રશિયા અને યુક્રેનમાં ઘણા લાંબા સમયથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે તેવા સંજોગોમાં બંને દેશોમાં શાંતિ બની રહે તેવા હેતુથી પોલેન્ડના નાગરિકો દ્વારા હનુમાનજીનું શરણ સ્વીકારી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.
ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક કક્ષાએ ઉભરી આવી હોય તેવું રશિયા યુક્રેન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં પોલેન્ડના નાગરિકો દ્વારા કરવામાં આવેલા હનુમાન ચાલીસાના પાઠ પરથી ફલિત થાય છે હનુમાનજીને રામાયણના સમયથી શક્તિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજી સંકટમોચન કહેવાય છે એટલે કે અહીં યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિમાં સંકટ મોચન હનુમાનજીની હનુમાન ચાલીસાના પાઠ વિદેશની ધરતી પર વસતા લોકોએ કર્યા હતા અને હનુમાનજીને પ્રાર્થના કરી હતી યુક્રેન અને રશિયાની સંકટની સ્થિતિમાં આ સંકટને ટાળવા હનુમાનજીનું શરણ પોલેન્ડના નાગરિકોએ સ્વીકાર્યું હતું તેમજ શક્તિ સ્વરૂપમાં અંબાની આરાધના કરી હતી.
પોલેન્ડના એક રેસ્ટોરન્ટમાં સંધ્યા સમયે માં અંબેના ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠ કરતાં ગોરા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વિડીયો એ ભારતીય સંસ્કૃતિ પરંપરા અને દેવી-દેવતાઓ પર પ્રત્યેની શ્રદ્ધા વિશેષ સાક્ષી રૂપ સાબિત થનાર બન્યો છે. દેવી-દેવતાઓની ભારતીય સંસ્કૃતિને આજે વિદેશના નાગરિકોએ પણ સ્વીકારી છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારનાં દુઃખ દર્દો અને સંકટનો નાશ થાય છે તેવું કહેવાય છે, આજે વિદેશી ધરતી પર ભારતીય દેવી દેવતાઓના ગુણગાન કરવામાં આવતા આગામી સમયમાં વૈશ્વિક કક્ષાએ ભારતીય સંસ્કૃતિ એ સર્વશ્રેષ્ઠ છે તેવું સાબિત કરવાની આવશ્યકતા નથી. એક સમયમાં ભારતીય સંસ્કૃતિને અશિક્ષિત અને અંધ શ્રદ્ધાળુઓની સંસ્કૃતિ પણ માનવામાં આવતી હતી ત્યારે આજે હનુમાન ચાલીસાના પાઠ અને મા અંબાની આરાધના વિદેશી ધરતી પર થઈ રહી છે તો એવું ચોક્કસપણે કહી શકાય છે કે ભારતીય સંસ્કૃતિના દેવી-દેવતાઓ કે તેની આરાધના એ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી પોલેન્ડના નાગરિકોએ હનુમાન ચાલીસાના પાઠ કરી મા અંબાની આરાધના કરી યુદ્ધની સ્થિતિને નિવારી શકાય અને આગામી સમયમાં તેઓની રક્ષા થાય તેમ પણ જણાવ્યું છે.