ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામના યુવા સમાજ સેવક વિજય વસાવાને કોરોના કાળમાં સેવાકીય શ્રેષ્ઠ કામગીરી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અનુસંધાનમાં નેહરૂ યુવા કેન્દ્ર, સુરત યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલય ભારત સરકાર દ્રારા વોઇસ ઓફ યુથ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે ૨૦૨૧-૨૨ વર્ષના ગ્રામ્ય કક્ષાના છેવાડે આવેલા લોકો સુઘી સરકારની વિવિધ યોજના અને યુવાઓને સતત જાગૃતિ તરફ પ્રેરક બની બ્લડ ડોનેટ સેતુ ગૃપની રચના કરીને તેના માઘ્યમથી દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલ તમામ ટ્રાઇબલ વિસ્તારમાં ૧૦૦૦ થી વધુ લોકોને નિઃસ્વાર્થભાવે મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો અને હાલ લાઇવ બ્લડ ડોનેટનું કાર્ય કરી રહ્યા છે. અગાઉ કોરોના કાળમા કોરોના વોરીયર્સ તરીકે તન મન ધનથી સેવામાં જોડાઇ તેમણે 30 થી વધુ અલગ અલગ જગ્યાએ ઉકાળા વિતરણ કેન્દ્ર બનાવી લોકોને ઉકાળાનું વિતરણ કરાયું હતું તેમજ કોરોના કાળમાં ૧૦૦૦ થી વધુ લોકોને વેક્સિન કરાવ્યુ હતું. એક્શન યુવા ગ્રુપના પ્રમુખ તરીકે અને જિલ્લા યુવા કાર્યક્રમમાં સલાહકાર સમિતિના સદસ્ય તરીકે સરાહનીય કાર્ય કરવા બદલ વોઇસ ઓફ યુથ એવોર્ડ આપી સુરત ખાતે સન્માનિત કરવામાં આવ્યા.
વિનોદ મૈસુરિયા : વાંકલ