Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ઉજવાયો.

Share

એપીએમસી ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ નિમિતે મુખ્યમંત્રીનું ઉદબોધન પ્રસારણ કાર્યકમ યોજાયો. ૨૧ મી માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજયભરમાં ઉજવણી કરવામાં આવે છે અને વનોનું રક્ષણ તથા સવર્ધન પ્રત્યે જનજાગૃતિ અને સક્રિયતા વધે તેવા શુભ હેતુસર આ દિવસની ઉજવણી રાજ્યભરમાં થયેલ હતી.

આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીમાં સહભાગી થઈને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘નમો વડ વન’ ની સ્થાપનાનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યકમ આજરોજ એપીએમસી ગોધરા ખાતે જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ પંચમહાલ ગોધરાની કચેરીના અધિકારીગણ બજાર સમિતિના હોદેદારોની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યકમમાં વિનોદભાઈ ડામોર સબઓડિટર અને ફડચા અધિકારી, બજાર સમિતિના સેક્ટરી પ્રકાશચંદ્ર પટેલ, બજાર સમિતિના કમિટિ સભ્ય ચિરાગભાઈ શાહ, હોદ્દેદારો, ખેડુતો અને વેપારીઓ અને કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ વકીલની બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ તીવ્ર સ્પર્ધા જણાઈ…

ProudOfGujarat

ખેડા જિલ્લાના માતર તાલુકામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં પાકને નુક્સાન

ProudOfGujarat

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!