વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ આયશ પાર્ક વિસ્તારમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતાં જાડી ચામડીના સત્તાધીશો પાણીનો બગાડ અટકાવવા માટેની કોઈ પણ કામગીરી કરી રહ્યા નથી.
શિવસેના વડોદરાના તેજસ બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરાના પૂર્વ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી લોક ઉપયોગી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ગઈકાલે પણ કોર્પોરેશનના નાકા પાસેથી લાઇન લીકેજ થતાં પાણી રોડ પર વહી રહ્યું હતું. આજે પણ શહેરના આયશ પાર્ક ઇબ્રાહિમ iti પાસે લોક ઉપયોગી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વિકાસની વાતો કરતા સત્તાધીશો પાણીના બગાડને શા માટે અટકાવતા નથી? આવા અનેક સવાલો આ વિસ્તારના રહેવાસીઓએ કર્યા છે તો બીજી તરફ અહીંના લોકો જણાવે છે કે માત્ર કાગળ પર મોટી મોટી વાતો કરતાં વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોને પાણીના બ્લોકેજ જોકે પાણીનો વેડફાટ કેમ નથી દેખાતો? વડોદરા સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ છાશવારે અહીં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી રહે છે લાઈનો બ્લોકેજ હોય છે તો બીજી તરફ ઊનાળાની સિઝન શરૂ થાય છે તેવા સંજોગોમાં લોકોને પૂરતુ પાણી પણ મળતું નથી ત્યારે પૂર્વ વિસ્તારોમાં પાણીની લાઇન લીકેજ હોવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
આ સમસ્યા વધુ ગંભીર બનતી જાય છે પીવાલાયક લોક ઉપયોગી પાણીનો રોડ પર વેડફાટ થતો રહે છે તેમ છતાં જાડી ચામડીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન પોતાના અણઘડ વહીવટ માટે જાણીતી છે, માત્ર કાગળ પર મોટી મોટી વિકાસની વાતો કરે છે. સ્માર્ટ સિટીના નામ એ લોકોના ટેક્સ વસૂલી શહેરીજનોને પૂરતી સગવડો પણ પ્રાપ્ત થતી નથી તેવા સંજોગોમાં પીવાના પાણીનો બે દિવસથી બગાડ થઇ રહ્યો છે તેમ છતાં પાણીને અટકાવવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી વીએમસી ના પદાધિકારીઓએ કરેલ નથી તેનો સ્પષ્ટ નમુનો અહીં જોઈ શકાય છે.