Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે પાણીના કુજા, માળા, બર્ડ ફીડરનુ વિતરણ કરાયુ.

Share

ગઇકાલે સમગ્ર ‘વિશ્વ ચકલી દિવસ’ ની ઉજવણી કરી હતી. એક સમયે ઘર ઘરના પક્ષી તરીકે ઓળખાતી ચકલી આજે લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. ત્યારે સંકટગ્રસ્ત ચકલીની પ્રજાતિને બચાવવા માટે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં જનજાગૃતિ આવે અને આપણા ચકીબેન ફરી ઘર ઘરનું પક્ષી બની રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે. ત્યારે ગઇકાલે પ્રકૃત્તિ મિત્ર મંડળ દાહોદ અને વન વિભાગના ડીસીએફ આર એમ પરમાર અને ડીએફઓ એમ કે પરમારના સંયુક્ત ઉપક્રમે અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે ચકલીના માળા ( માટી અને લાકડાના), પાણીની તાસક, બર્ડ ફીડર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાછલા વર્ષોની જેમ જ દાહોદની પર્યાવરણ પ્રેમી પ્રજાએ પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદના ચકલીઓને બચાવવાના પ્રયત્નોને સાર્થક કરતા ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટાભાગના માળા, તાસક વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પકૃતિ મિત્ર મંડળ, દાહોદ દ્વારા વર્લ્ડ સ્પેરો ડે (વિશ્વ ચકલી દિવસ) પર ચકલીના માળાનું વિતરણ, પકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, માજી પ્રમુખ અજય દેસાઈ સાકીરભાઈ, નિલમભાઈ, ભુપેનભાઈ, સુધાનસુભાઈ, અવિનાશ અન્ય મંડળના સક્રિય સભ્યો દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર મિત્રો અને વન વિભાગ નાયબ વન સંરક્ષક આર.એમ.પરમાર અને દાહોદ જિલ્લાના આરએફઓ એમ.કે.પરમાર તથા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આવા જ પ્રયત્નો અને લોકોના સહયોગ થકી આપણે આવનારા સમયમાં ચકલીઓની સંખ્યાને ફરીથી તેના યથાસ્વરૂપે જાળવી શકીએ તેવી આશા સહ પ્રકૃતિ મિત્ર મંડળ દાહોદ પરિવાર અને વન વિભાગ નાયબ વન સંરક્ષક આર.એમ.પરમાર અને દાહોદ જિલ્લાના આરએફઓ એમ.કે.પરમાર દ્વારા દાહોદ ની પ્રજાને અપીલ કરી હતી.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

દાહોદ જિલ્લામાં ૭૨ માં સ્વતંત્ર પર્વની આન બાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!