Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમની કારોબારી બેઠક યોજાઈ.

Share

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા એકમની કારોબારીની બેઠક ચમન ભાઈ બાલમંદિરમાં મળી હતી, જેમાં મોટી સંખ્યા ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા. કારોબારી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એકમના વિવિધ પદાધિકારીઓને નિમણુક પત્ર આપી તેમની જાહેરાત કરવામાં આવી હતી.

એકમ અધ્યક્ષ હિતેશભાઈ ભટ્ટે સ્વાગત પ્રવચન કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા, ત્યારબાદ મહિલા અધ્યક્ષા કાશ્મીરાબેને બહેનોનું વિશાળ સંગઠન બનાવી કરેલ કર્યોની માહિતી આપી હતી, જિલ્લા મહામંત્રી કુનાલભાઈ ત્રિવેદી એ ઉદાહરણ આપી સંગઠનમાં કોઈએ પગ ના ખેચવા એની જગ્યા એ બીજાનો હાથ પકડી ઉપર લાવવું જોઈએ તેમ જણાવી કહ્યું કે આજ સાચું સંગઠન છે. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ કાર્તિક ભાઈ ત્રિવેદી એ જિલ્લાના તમામ એકમોની કારોબારી પૂર્ણ થઈ છે અને હવે સમાજ માટે આપણે કમર કસીને કામ કરવા જણાવ્યું હતું.

છેલ્લે કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે વિશ્વમાં સાત સંસ્કૃતિમાંથી વિશ્વમાં બે જ પ્રાચીન સંસ્કૃતિ જીવિત છે તેમાંની એક એ ભારતની સંસ્કૃતિ જેને જીવિત રાખનાર આપણા પૂર્વજો, ઋષી મુનિઓ હતા. બ્રાહ્મણો એ સંગઠન મજબૂત કરવાનું છે કેમ કે હિંદુ સંસ્કૃતિને બચાવવી હશે તો એ બ્રાહ્મણે સંગઠિત થવું પડશે. સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મધ્ય ગુજરાત દ્વારા બિઝનેસ સમિટ અને ભૂદેવ બિઝનેસ નેટવર્ક માટે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યાર બાદ નવનિયુક્ત પદાધિકારીઓને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકમ મહામંત્રી કાંતિભાઈ પંડ્યા એ કર્યું હતું આભાર વિધિ પણ કરી હતી. બ્રહ્મ ભોજન બાદ કારોબારી પૂર્ણ થઈ જાહેર કરવામાં આવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પાનોલી સૌ કોલોની વિસ્તાર માં ચાલતા જુગાર

ProudOfGujarat

એક રહસ્યમય અને રોમાંચકારી ઘટના બની …જાણો શું ? અને ક્યાં !!!

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!