વડોદરામાં પોલીસ કમિશનર દ્વારા શહેરને નશા મુક્ત કરવા જાન્યુઆરી મહિનાથી મિશન ક્લિન વડોદરા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત વડોદરાના ટ્યુશન ક્લાસીસ, શાળાઓ તેમજ કોલેજમાં એનડીપીએસ એક્ટ મુજબના સુચનો અને મીટીંગો લેવાનું નક્કી કરવામાં આવતા આ અભિયાન અંતર્ગત કુલ 169 સ્કૂલમાંથી ૧૧૦ જેટલા વ્યક્તિઓને સભ્ય બનાવી કમિટીની રચના કરવામાં આવી હતી જે અંતર્ગત વડોદરામાં 157 મીટીંગ અવેરનેસ પ્રોગ્રામ નિમિત્તે કરવામાં આવી હતી તેમજ શહેરના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ માટે અવેરનેસ માટેના હોર્ડિંગ પણ લગાડવામાં આવ્યા હતા.
આ મિશન અંતર્ગત ટીનેજર્સ અને યુવાનોને નશા મુક્ત રહે તેવી જનજાગૃતિની પહેલ કરવામાં આવેલ હોય જેમાં અવારનવાર યોજાનાર મીટીંગ અંતર્ગત કુલ 8168 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અભિયાનમાં 32 કેસો પર ટ્રક અને નશાખોરીના સામે આવ્યા હતા જેમાં ૬૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હોય, પબ્લિક સ્કૂલ ટીચર પ્રોગ્રામ અંતર્ગત 5370 વ્યક્તિઓએ ઓનલાઇન કાર્યક્રમમાં શપથ ગ્રહણ કર્યા હતા તેમજ 300 થી વધુ સભ્યો ઓફલાઈન અને ૩૫૦ જેટલા સભ્યો ઓનલાઇન મિટિંગમાં હાજર રહ્યા હતા અને વડોદરામાં મિશન ક્લિન અભિયાન અંતર્ગત ટીનેજર્સ યુવાઓને નશા મુક્ત બનવા અપીલ કરી હતી.
વડોદરામાં મિશન ક્લિન અભિયાનમાં 5377 વિદ્યાર્થીઓએ નશા મુક્ત બનવા ઓનલાઇન શપથ ગ્રહણ કર્યા.
Advertisement