Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વાઘજીપુર ખાતે મહારેલી યોજાશે.

Share

સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ દ્વારા સમાજમાં એક થઈ સંગઠીત બને તે માટે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે એક ભવ્ય મહારેલીનુ આયોજન આગામી ૨૨ માર્ચના  રોજ કરવામા આવી રહ્યુ છે. જેને લઈને મહારેલીના કાર્યક્રમને સફળ બનાવા માટે આયોજકો દ્વારા રાતદિવસ એક કરી રહ્યા છે. વાઘજીપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી આ મહારેલીનુ ક્ષત્રિય સમાજના અગ્રણીઓની હાજરીમાં ક્ષત્રિય એકતા જીંદાબાદના જય ઘોષ સાથે પ્રસ્થાન કરાવાશે.

આ મહારેલીની વિશેષતામા બાવનગજની એક ભવ્ય ધજા રહેશે જે મહારેલી ખેડા જીલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ એવા ફાગવેલ ખાતે ક્ષત્રિયવીર સુરા ભાથીજી મહારાજના મંદિરે  આ બાવનગજની ધજા ચઢાવામા આવશે. આ મહારેલીમાં શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા સહીત અન્ય જીલ્લાઓમાથી પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ મહીલાઓ ઉમટી પડશે સાથે મહારેલીને લઇને શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટરો પણ લગાવામા આવી રહ્યા છે.

પંચમહાલ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતાં અત્યાચાર અટકાવવા મૂળ નિવાસી સંઘ એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

મનહરનો માત્ર લધુમતી પ્રેમ..? ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને પ્રચારમાં જોઇએ તેવો જન સમર્થન કેમ નથી મળી રહ્યો..?

ProudOfGujarat

અભિનેત્રી કાવ્યા થાપરની પ્રથમ ફિલ્મ મિડલ ક્લાસ લવની સફળતા બાદ ગુરુજીના આશીર્વાદ લેવા અને લંગર ચઢાવવા અનંતધામ દેહરાદૂન પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!