રમત-ગમત સાથે સાંકળવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓના પ્રયાસોથી રાજપીપલામાં એસ.ટી.ડેપો પાસે વિજય ટેનિસ ક્લબને રૂા.૪૪.૭૯ લાખથી વધુના ખર્ચે અદ્યતન બનાવવામાં આવશે.
રાજપીપલા એસ.ટી.બસ ડેપોની બાજુમાં જ વિક્ટોરીયા ગેટ પાસે વિજય ટેનિસ ક્લબને અદ્યતન બનાવવાની દરખાસ્તને તાંત્રિક મંજૂરી મળી છે. જેમાં હવે સિન્થેટીક કોર્ટ, કમ્પાઉન્ડ, કલરકામ, ફેન્સીંગ, બેસવા માટેના શેડ, પેવર બ્લોક ઉપરાંત ચેન્જીંગ રૂમમાં વોટર કુલર, આર.ઓ. પ્લાન્ટ, લોકર અને વોશરૂમ સહિતની અદ્યતન પ્રકારની આનુસાંગિક સુવિધાઓ ઊભી થશે. હાલ વિજય ટેનિસ ક્લબમાં દરરોજ ૯ થી ૧૦ ટેનિસ ખેલાડીઓ પ્રેક્ટીસ કરી રહ્યાં છે.
રાજપીપલા શહેરમાં એસ.ટી.બસ ડેપો પાસે રજવાડા સ્ટેટના સમયથી વિજય ટેનીસ ક્લબ આવેલી છે, પરંતુ અવાવરું જગ્યા હોવાથી તેનો કોઇ જ ઉપયોગ કરતા ન હોવાથી જિલ્લા પ્રશાસનના સહયોગ થકી ટેનિસ ક્લબમાં ઊગી નીકળેલ જંગલી ઘાસ અને ઝાડનું કટીંગ વનવિભાગ દ્વારા અને તેની સાફ-સફાઈ નગરપાલિકાએ કરી છે તેની સાથોસાથ આરોગ્ય વિભાગે જંતુનાશક દવાનો છંટકાવ કર્યો, એક ભાગમાં પડી ગયેલી ટેનીસ ક્લબની દિવાલને S.T વિભાગે RCC ની ખૂબ મજબૂત નવી દિવાલ બનાવી, સ્પોર્ટ ઓથોરીટી તરફથી ટેનિસ કોર્ટને પ્લાસ્ટરીંગ, ક્રેક ફિલીંગ કરી ટ્રેકના પટ્ટા નવેસરથી દોરવામાં આવ્યાં તેમજ દીવાલનું કલરકામ પણ કર્યું, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાંથી ચુનંદા ચિત્રકારો બોલાવીને ચિત્રકારોએ શ્રમદાન કરી નિ:શૂલ્ક અને ખૂબ સરસ ટેનિસને લગતા ડ્રોઈંગ પેન્ટ કર્યા છે.
નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પણ ખાસ રસ લઇ આ ટેનિસ ક્લબ અત્યંત આધુનિક સિન્થેટીક કોર્ટ ઉપલબ્ધ થાય. જેમાં વડીલો, મોટા પ્લેયરો, ઉભરતા પ્લેયરો અને નાના છોકરાઓ પણ ત્યાં આવીને કોઈપણ જાતની નિ-ઇન્જરી વગર રમી શકે તેવી ટેનીસ કોર્ટ માટે પ્રપોઝલ તૈયાર કરી રિજીયોનલ કમિશ્નર મ્યુનિસિપાલિટી સુરતને મોકલી હતી. જે પ્રપોઝલ મંજૂર થઇ ગઇ છે અને હવે સ્પોર્ટ્સ ઓથોરીટી દ્વારા ટેનિસની રમતના કોચની પણ નિયુક્તિની કાર્યવાહી હાથ ધરાશે જેનાથી રાજપીપલાના સમગ્ર બાળકો આનો લાભ લઈ શકશે. સાથોસાથ ટેનીસના ખેલાડીઓ ટેનીસક્ષેત્રે આગવી કારકિર્દીનું ઘડતર કરે તે દિશામાં પ્રયાસો હાથ ધરાયા છે. કહી શકાય કે રાજપીપલાની જનતાને આજીવન એક મોટી ભેટ ગણાશે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા