નડિયાદના લસુન્દ્રામાં આધેડે છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરતાં નડિયાદની અદાલતે આરોપીને ફાંસીની સજા તથા દંડ ફટકાર્યો છે. આ કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૨૧ માં સાંજના સમયે લસુન્દ્રા બાજપેય નગર નજીક રહેતા કઠલાલના જયંતિ ઉર્ફે લંધો ચીમનભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 જેણે છ વર્ષની બાળકીને આંબલી આપવાની લાલચ આપી હાથ ખેંચી પકડી જઈ પોતાના છાપરામાં લઈ જઈ જમીન પર સુવડાવી મોઢું દબાવી બળજબરીપૂર્વક બળાત્કાર કરેલ જેની ફરિયાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આથી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ સરકારી વકીલ પ્રેમ તિવારીએ સરકાર તરફે ૧૪ જેટલા દસ્તાવેજી પુરાવા અને નવ સાહેદોનાં મૌખિક પુરાવાઓ લઈને ખેડા જિલ્લાના ડી આર ભટ્ટ ની કોર્ટમાં રજુ કરેલ જે કેસ ચાલી જતા સગીર દીકરીઓ પર થતા ગુનાઓ પર દાખલો બેસાડવા માટે જડિયા-ભટ્ટ આરોપીને આઇપીસી કલમ 363 મુજબ અને આઇપીસી કલમ 376 બી મુજબ તેમજ પોક્સોની કલમ 5 એમ કલમ-૬ મુજબ 5 વર્ષની કેદની સજા તેમજ પોક્સો એક્ટ હેઠળ ફાંસીની સજા અને ભોગ બનનાર સગીરાને રૂપિયા 2 લાખ ચૂકવી આપવાનો નડિયાદની અદાલતે હુકમ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ