Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આદીવાસીઓ દ્વારા હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા…

Share

હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસોની બહુ મોટી વસતી છે. ત્યારે હોળી પૂર્વે આદિવાસીઓપોતાના જિલ્લા કે પરપ્રાંતમાંથી મજૂરીએથી વતન પાછા ફરતા હોય છે ખાસ હોળી મનાવવા માટે જેમાં ડેડીયાપાડા તાલુકાના નાની સીંગલોટી, ટીમ્બાપાડા અને ડેડીયાપાડા વિસ્તારમાં આદીવાસી સંસ્કૃતિ પ્રમાણે હોળીના દિવસે ગોસાઈ બનવાની અનોખી પરંપરા આજે પણ પ્રચલિત છે.

અહીંના આદિવાસીઓનો આ વારસાગતઅને પરંપરાગત રિવાજ છે. અહીંના આદિવાસીઓ પાંચ પાંચ વર્ષ સુધી બાધા રાખે છે. 50 વર્ષ સુધી ગોસાઈ બનતા હોય છે. એમના ગોસાઈ બનેલા પરિવારો અથવા તેમના વરસાદારો ખાસ કરીને આદિવાસી યુવાનોએ આ પરંપરાને જાળવી રાખી છે. તેમના પૂર્વજો વતી આજનાઆ આદિવાસી યુવાનો આ પવિત્ર ઉત્સવ મનાવે છે. જેની માનતા હોય તેઓ ૫ વર્ષ માટે ગોસાઈ બને છે. આ ગોસાઈ બનવાની પરંપરા ખુબ પ્રાચિનછે. આ અંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને યુવા આગેવાન નીલ રાવે ડેડીયાપાડા, સીંગલોટી અને ટીંબાપાડા ગામની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જ્યાં આદિવાસી પરિવારો ગોસાઈ બને છેતેઓ પરંપરાગત રીતે વેશભૂષા પરિધાન કરી આદિવાસીઓના પારંપરિક વાજિંત્રો વગાડી નાચગાન સાથે આદિવાસી લોક નૃત્ય સાથે હોળી મનાવે છે.

નીલ રાવ પોતે આ સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા અને આદિવાસીઓના નૃત્ય ગાન સાથે જોડાઈ ગયા હતા. તેમણે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા યુવકોને પ્રોત્સાહન આપી અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની સાથે નાચગાન કરીને હોળી નૃત્યમાં જોડાઈ તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આદીવાસી સમાજના યુવાનો હજુ પણ પોતાનીઆ સંસ્કૃતિ ટકાવી રાખીને એનું જતન કરે છે એ સરાહનીય છે.

Advertisement

આ લોકો પરંપરાગત વસ્ત્રોમાં ધોતી, ફેંટો, માથે મોરપિંછ લગાડીને હોળી માતાના દર્શન કરીને બાદમાં નૃત્ય કરે છે. તેઓ પગમાં ચંપલ પણ નથી પહેરતા અને ખુલ્લા પગે ચાલે છે, આ લોકો સ્ત્રીઓ, કુટુંબ, પ્રસંગથી દૂર રહી હોળી માતાની ઉપાસના કરતા હોય છે અને જમીન પર નીચે સુવે છે. ભોજન પણ અલગ-અલગ ઘરેથી મંગાવીને ભોજન કરે છે. હોળીના ૧૫ થી ૪૫ દિવસ પહેલા પુરૂષો નદીએ જઈ દહીથી માથુ, વસ્ત્રો ધોઈ ઘર સંસારથી દુર રહે છે આ બધી પ્રક્રિયા પવિત્ર હોય છે.

આ અંગે નીલ રાવે જણાવ્યું હતું કે આજના યુગમાં સંસ્કૃતિનો જ્યારે હ્રાસ થઇ રહ્યો છે ત્યારે ગોસાઈ પરિવારના આદિવાસીઓએ પોતાની આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી છે. ખાસ કરીને યુવાનો પોતાની વારસાગત પરંપરા અને સંસ્કૃતિનું જે રીતે જતન કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવા લાયક હોવાનું જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

ProudOfGujarat

માલદિવ્સમા નીરજ ચોપરા સ્કૂબા ડાઈવિંગ દરમિયાન પાણીમાં ભાલા ફેકતો જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!