ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા કોઈ પણ તહેવાર હોય કે પછી કોરોના જેવી મોટી મહામારીનો સમય હોય ઈમરજન્સી સેવા માટે હર હંમેશ લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે, ખાસ કરીને હોળી અને ધૂળેટીના તહેવારની વાત કરીએ તો જ્યારે ભરૂચની જનતા હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવવા માટે મગ્ન હશે ત્યારે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવાની 19 જેટલી એમ્બ્યુલન્સ અને તેના 80 જેટલા કર્મચારીઓ સાથે 24 કલાક દિવસ અને રાત લોકોની સેવા માટે ખડે પગે ઉભા નજરે પડશે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
ત્યારે આજે ભરૂચ ૧૦૮ ના કર્મચારીઓએ ધુળેટી પર્વની આગતરી ઉજવણી કરી હતી, જેમાં કર્મચારીઓએ એકબીજા પર ગુલાલ લગાડી હોળી, ધુળેટી પર્વની એક શુભેચ્છાઓ આપી હતી, ૧૦૮ના કર્મીઓનું માનવું છે કે આવનારા બે દિવસમાં ભરૂચ જિલ્લામાં ઈમરજન્સીમાં ૨૦ થી ૨૫ ટકાનો કેસોનો વધારો થઈ શકે તેમ છે, તેવી તમામ ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા હર હંમેશ ખડે પગે ઉભી રહી છે અને ઉભી રહેશે તેમ જાણકારી ભરૂચ ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ આપી હતી.