વડોદરાના નિઝામપુરા નારી સંરક્ષણ ગૃહમાંથી બે બાંગ્લાદેશી અને એક બંગાળની સહિત ત્રણ યુવતી ફરાર થવાનો મામલો સામે આવ્યો હતો. મંગળવારે વહેલી સવારે ત્રણેય યુવતીઓ ગૃહની દીવાલ કૂદી ફરાર થઈ હતી.
અત્રે ઉલખનિય છે કે ગત અઠવાડિયે રેલવે પોલીસ દ્વારા બોગસ આધાર કાર્ડ સાથે 4 ને ઝડપી લીધા હતા જેમાં 2 બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે જેથી ત્રણેય મહિલાને નારી સૌરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં
મંગળવાર સવારે ત્રણેય મહિલાઓ ભાગી ગઈ હતી જેથી પોલીસે સમગ્ર શહેરમાં નાકાબંદી કરી હતી. પોલીસ તપાસમાં મોસમી શેખ વેસ્ટ બંગાળની હતી. પોપી બેગમ શેખ જ્યારે અન્ય એક ફરાર જન્નત ઉર્ફે યાસમીન મુસ્લિમ પણ બાંગ્લાદેશની છે જે હજુપણ પોલીસ પક્કડથી દુર જ્યારે મહંમદ નજીર શેખ હાલ રેલવે પોલીસના રીમાંડ પર છે જ્યારે 3 યુવતીઓ વડોદરાના નારી ગૃહમાં હતી જ્યાંથી તેવો ગૃહની દીવાલ કૂદી વહેલી સવારે ફરાર થયા હતા, જેના ગણતરીના કલાકોમાં રાજકોટ રેલવે પોલીસ દ્વારા મોસમી અને પોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે યાસમીન હજુ પણ પોલીસ પક્કડથી દુર છે, પોલીસે આ મામલે જણાવ્યું હતું કે નારી ગૃહમાંથી ભાગ્યા બાદ તેવો બસ મારફતે રાજકોટ તરફ ફરાર થઇ ગયા હતા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા હોય, જ્યાં તેમને નારી સંરક્ષણ ગૃહમાં ફાવટ ના આવતા ભાગવાનો પ્લાન ઘડ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતુ.
બાઈટ ધર્મેન્દ્ર સિંહ ચાવડા , એસીપી, એ ડિવિઝન, વડોદરા પોલીસ