ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસને અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કેક કાપીને મનાવ્યો. આજરોજ ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસે અત્રે આંગણવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી તથા ઝઘડીયા સુલતાનપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનોદભાઈ વસાવા, અગ્રણી ચંદુભાઈ વસાવા, ભરૂચ જિલ્લા વેપારી સેલના કન્વીનર સંજયભાઇ તેમજ ગામ અગ્રણીઓ લાલાભાઈ, શૈલેષભાઈ જ્ઞાનેશ્વર પાટીલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેક કાપીને ભાજપા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ મનાવાયો હતો. અગ્રણીઓએ પાટીલજીના પ્રદેશ પ્રમુખ તરીકેના સફળ નેતૃત્વને આવકાર્યુ હતુ તેમજ તેમના જન્મદિન નિમિત્તે તેઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બાળકોને બિસ્કીટ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ