Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના ઇન્દોર ગામે મોટરના ગંદા પાણીના મુદ્દે લઘુમતિ કોમના બે જુથો વચ્ચે ઝઘડો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર ગામે ગ્રામ પંચાયત ખાતે ભેગા થયેલા ઇસમો વચ્ચે મોટરના ગંદા પાણીના મુદ્દે ઝઘડો થતાં ઉમલ્લા પોલીસમાં સામસામે ફરિયાદો લખાવા પામી હતી. ઇન્દોરના ફૈઝમોહંમદ મશીદભાઇ ખોખરે લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મામલતદાર આવ્યા હોઇ લીઝો ઉપર રેતી ભરવા અગાઉ આપેલ અરજી બાબતે તેમને જવાબ લેવા બોલાવ્યા હતા. તે સમયે ગામના લક્ષ્મણભાઇ મંગુભાઇ પટેલ સાથે ગામમાં મોટરનું ગંદુ પાણી આવતુ હોવા બાબતની ચર્ચા કરતા અશરફભાઇ આ વાત સાંભળી ગયા હતા, અને કહેવા લાગ્યા હતા કે પાણી તો આજ આવશે. દરમિયાન આ બાબતે બોલાચાલી થતાં અશરફભાઇએ ફોન કરીને અન્ય ઇસમોને બોલાવ્યા હતા. આ તકરાર દરમિયાન ફૈઝ મોહંમદને માર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા.

આ સંદર્ભે ઉમલ્લા પોલીસમાં અશરફભાઇ છીતુભાઇ કુરેશી, અતુલભાઇ રાજુભાઇ કુરેશી, સમીરભાઇ સલીમભાઇ કુરેશી, રાજુભાઇ છીતાભાઇ કુરેશી, મોઇનભાઇ અશરફભાઇ કુરેશી તેમજ યુસુફભાઇ અકબરભાઇ કુરેશી તમામ રહે.ગામ ઇન્દોર તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે સામાપક્ષે અશરફભાઇ છીતુભાઇ કુરેશીએ લખાવેલ ફરિયાદ મુજબ ગ્રામ પંચાયત ખાતે મામલતદાર લીઝના પ્રશ્નોની ચર્ચા કરવા આવેલા હોઇ બધા ત્યાં ભેગા થયા હતા, તે દરમિયાન ફૈઝ મહંમદ ખોખર લક્ષ્મણભાઇ પટેલ સાથે મોટરના ગંદા પાણી વિશે ચર્ચા કરતા હતા ત્યારે અશરફભાઇએ તેમને જણાવેલ કે ગામમાં મોટરનો મેઇન કેબલ બળી ગયો છે, તેથી એક બે દિવસ આવુ પાણી આવ્યુ હશે. આ સાંભળીને ફૈઝ મહંમદ ખોખર ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા, અને અશરફભાઇને ડાબી આંખે મુક્કો માર્યો હતો. ત્યારબાદ અશરફભાઇએ તેમના સંબંધીઓને ફોન કરીને બોલાવ્યા હતા. આ તકરાર દરમિયાન અતાઉલ હઝરત કુરેશી, મોઇન કુરેશી તેમજ હઝરતભાઇ કુરેશીને માર મારતા ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવને લઇને ઉમલ્લા પોલીસમાં ફૈઝમહંમદ મસીદ ખોખર, તાજુદ્દિન મહંમદઅકબર ખોખર, ઇશાક હબીબ ખોખર તેમજ મોઇન ઇશાક ખોખર તમામ રહે. ગામ ઇન્દોર તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નર્મદા જિલ્લામાં કેટલો વરસાદ અને જિલ્લામાં કયો તાલુકો વરસાદમા મોખરે જાણો વધુ

ProudOfGujarat

એક્સપ્રેસ વે માં જમીન સંપાદન મામલે સંદીપ માંગરોલાના સરકાર પર પ્રહાર, કહ્યું ભાજપને પાંચ બેઠકો ભરૂચ જિલ્લામાં અપાઈ એનું ઇનામ નીચા એવોર્ડ જાહેર કરી અપાયું

ProudOfGujarat

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનો આરોપી આઠ વર્ષ બાદ ભરૂચથી ઝડપાયો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!