પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ દ્વારા પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોના રસીકરણનું ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહની શરુઆતમાં શાળા તરફથી મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ડો. હર્ષદ નાયક સાહેબ દ્વારા રસી મૂકવાના ફાયદા અને રસી કેવી રીતે શરીરમાં અસર કરશે તેના વિશે વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ અશોકભાઈ ગોહેલ, પ્રા.આ. કેન્દ્ર યોગીનગરના મેડિકલ ઓફિસર અને તાલુકા આરોગ્ય કચેરી નડિયાદના ઈનચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. હર્ષદ નાયક સાહેબ તથા શાળાના આચાર્ય રાકેશભાઈ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જૈમીનીબેન ઝવેરી, સ્ત્રી આરોગ્ય કર્મચારી કોકિલાબેન પરમાર, પુરુષ આરોગ્ય કર્મચારી આલ્ફોન્સ ફ્રાન્સીસ, શાળાના શિક્ષકો અને આશા બહેનો હાજર રહ્યા હતા. શાળાના કુલ ૧૩૩ બાળકોને રસી આપવમાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ