લીંબડીમાં આવેલ દિગભવન રાજ મહેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દીવાલ પર લગાવેલ લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને રાજ મહેલમાં અંદર પ્રવેશીને પ્રથમ તથા બીજા માળે રાખેલ અલગ અલગ સ્ટોરમાં રહેલ વસ્તુઓને ફંફોસીને ચાર પતરાની પેટીની અંદર રાખેલ રાખેલ શુદ્ધ ચાંદીની અલગ અલગ બનાવટની વસ્તુઓ જે કુલ ચાંદી ૫૬ કિલો ૧૫૦ ગ્રામ ચાંદી તેમજ રાજાશાહિ વખતના રેડિયો નંગ-૨, હાર્મોનિયમ બેનજો સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયેલ તેની ઊંડાણપૂર્વક તાપસ કરતા ૬ આરોપી ઝડપાયા જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય એક આરોપી હજી પોલીસ પકડથી દુર છે ત્યારે કુલ કિંમત કુલ ૨૪,૮,૩૯૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ. આ ગુનેગારોને પકડવામાં એલ.સી.બી ના પી.આઈ એમ.ડી.ચૌધરી, તેમજ પી.એસ.આઈ વી.આર.જાડેજા સહિતના સ્ટાફે આરોપીને ઝડપી કાર્યવાહી હાથધરી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી દિગભવન રાજ મહેલમાં થયેલ ચોરીના ૬ આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
Advertisement