વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઇસ્કૂલ ખાતે અટલ લેબોરેટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ શાળાના શિક્ષિકાએ શીરીન બેન બાલેરાએ ખૂબ જ સુંદર અને નયનરમ્ય શબ્દો સાથે ઉપસ્થિત અતિથીઓનું દબદબાભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળાના છાત્રએ કુરાન શરીફની આયાતો રજુ કરી હતી. ત્યારબાદ પ્રાર્થના રજુ કરાઈ હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ઐયબ ભાઈ બાવલા એ ઉપસ્થિત અતિથિઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ ઉપસ્થિત પુર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત અન્ય અતિથિઓનું સ્વાગત કર્યું હતું તેમજ તમામનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શાળાની બાળાઓએ સુંદર નૃત્ય રજુ કરી પુષ્પો વડે ઉપસ્થિત અતિથિઓનું સુંદર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પુર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશોક પટેલ તેમજ વલણ જિલ્લા પંચાયત બેઠક સદસ્યનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક ઉસ્માન પટેલે શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, શાળાની સુંદર કામગીરી અને શાળાના પરિણામો વિશે રસપ્રદ માહિતી આપી હતી.
ત્યારબાદ શાળાના આચાર્ય જનક જોષી એ અટલ લેબોરેટરી વિશે માહિતી આપી હતી. શાળા કક્ષાએથી રાજ્ય કક્ષા સુધી શાળાના બાળકોએ ભાગ લઈ સુંદર દેખાવ કર્યો હતો જેની સરાહના કરી હતી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા બાર લાખ જેટલી માતબર રકમ લેબ માટે ફાળવવામાં આવી છે. તે ખૂબ સુંદર અને સરાહનીય છે. લેબથી બાળકોને આગળ જવામાં અને શીખવામાં મદદરૂપ બનશે. શિક્ષક પર તેઓએ ખાસ ભાર મૂકી સુશિક્ષિત બનવા બાળકોને આહવાન કર્યું હતું. શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશોક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અટલ લેબ એક ઉમદા ઉદ્દેશ સાથે ચાલુ કરવામાં આવી છે. શાળાની જે સિદ્ધિઓ સાંભળી એ બિરદાવવાને પાત્ર છે. શાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. શ્રેષ્ઠ ભારતનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે એમ જણાવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે પણ વિવિધ યોજનાઓ સરકાર તરફથી સમયાંતરે આવે છે. તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રસીકરણ પર ખાસ ભાર મૂક્યો હતો.
જિલ્લા પંચાયત સદસ્ય મુબારક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું શાળાને પ્રગતિના પંથે લઇ જવા બદલ હું અભિનંદન પાઠવું છું. સાંસરોદ ખાતે એક સારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે એ માટે તેઓએ સુચન કર્યું હતું. હોસ્પિટલની ઉણપ કોરોના કાળ સમયે અનુભવી હતી. હોસ્પિટલ હોત તો દર્દીઓની સારી સુવિધા મળી શકી હોત. બાળકોને સુશિક્ષિત બનવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે શાળા પ્રમુખ ઐયુબ બાવલા, હૈદર કોચા, સરપંચ ઇસ્માઇલ ભાઈ ગટા, NRI ભાઈઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા : કરજણના સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઇસ્કૂલ ખાતે અટલ લેબોરેટરીનું ઉદઘાટન કરાયું.
Advertisement