Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતેથી સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરાઈ.

Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં હોવાની ચર્ચાઓ ચાલે છે ત્યારે વિવિધ રાજકિય પાર્ટીઓ દ્વારા ચુંટણીને અનુલક્ષીને સંગઠન મજબુત બનાવવાની કામગીરીની શરુઆતો કરાતી જોવા મળી રહી છે. ત્યારે એક મોટા રાજકીય પક્ષ કોંગ્રેસ દ્વારા પણ સભ્ય નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અંતર્ગત સભ્યોની નોંધણી માટે ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બુથલેવલ સુધી પહોચીને સભ્યોની ડીજીટલ નોંધણીની શરુઆત કરવામાં આવી છે. આજરોજ ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે કોંગ્રેસ અગ્રણીઓ સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી માટે પહોંચ્યા હતા. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, કોંગ્રેસ અગ્રણી સલિમ શેખ સહિત તાલુકાના વિવિધ હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રણાએ જણાવ્યુ કે ઝઘડિયા તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચુંટણીમાં અન્ય કોઇ પાર્ટી સાથે ગઠબંધન નહિ કરવામાં આવે, પાર્ટી પોતાનો ઉમેદવાર ઉભો રાખશે. આમ ઝઘડીયા તાલુકા કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણીની શરુઆત કરવામાં આવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગોધરા: નાદરખા ગામ પાસે આવેલી કુશા કેમિકલમાં લાગેલી આગ કાબુમા.

ProudOfGujarat

મોરવા હડફના પીએસઆઈને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરાયા

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગર સામેના આક્ષેપો બાબતે તપાસ સમિતિએ અહેવાલ ખાંડ નિયામકને પહોંચાડ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!