પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના પુનીતપુરા ગામ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પુનીતપુરા ગામમાં આવેલ બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી પ્લાસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આયોજિત ટુર્નામેન્ટમાં ૨૦ ટીમોએ ભાગ લીધો છે. આયોજીત ટુર્નામેન્ટમાં ખુબ જ અનુભવી ખેલાડીઓએ ભાગ લીધો છે.
તેથી ખુબ જ રસાકસી જામશે અને ક્રિકેટ રસિયાઓને ટુર્નામેન્ટ નિહાળવામાં ખુબ જ રોમાંચ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આયોજિત ટુર્નામેન્ટમાં કરજણ તાલુકાના વિવિધ ગામોની ટીમો એ ભાગ લીધો છે. આયોજિત ટુર્નામેન્ટમાં વિજેતા તેમજ રનર અપ ટીમને ટ્રોફી તથા રોકડ ઈનામ પણ આપવામાં આવશે અને આ ટુર્નામેન્ટની શરૂઆત કરવાનો મુખ્ય હેતુ માત્ર એકતાની ભાવના અને નવયુવાનો વચ્ચે સમાનતા જળવાય રહે અને લોકો એકબીજા પ્રત્યે આદર અને સન્માન સાથે રહે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટનો પ્રારંભ મૂળનિવાસી એકતા મંચના સંયોજક રાજુભાઈ વસાવાના હાથે કરવામાં આવ્યું હતું અને મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ વસાવા, કરજણ તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ ગામના ડે.સરપંચ ધર્મેન્દ્રભાઈ, રણછોડભાઈ, એડવોકેટ અનિલભાઈ તથા આજુબાજુ ગામના સરપંચો સહિતના આગેવાનો અને ક્રિકેટપ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ