લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે જ્યારે રાજ્ય લેવલની પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભામા આવનાર મહેમાનોની શોભાયાત્રા થકી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કારોબારી સભાની શરૂઆત દિપ પ્રાગટય અને પ્રાથના કરીને શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ આવનાર મહેમાનોનુ શાબ્દિક તેમજ મોમેન્ટ આપીને સત્કારવામા આવ્યા હતા ત્યારે આ સભામાં એજન્ડા વાઈજ શિક્ષકોના હિતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારમાં ગુજરાતભરના શિક્ષક સંઘના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં દિગ્વિજયસિંહ જાડેજા, પ્રમુખ ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ, કિર્તીસિહ વાઘેલા મંત્રી ગુજરાત રાજ્ય, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના હાજર રહ્યા હતા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના તમામ તાલુકાના શિક્ષક સંઘના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સમગ્ર કારોબારી તમાંમ તાલુકા યુનિટ કારોબારી, અને ખાસ કરીને લીંબડી તાલુકા સંઘ યુનિટના પ્રમુખ, મંત્રી જીવણભાઈ વાઘેલા સહિતના કારોબારીના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.
Advertisement