સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, ભરૂચ જિલ્લાના તંત્રમાં આવેલ અનેક એવા વિભાગો છે જ્યાં કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે પરંતુ તેઓને વળતર આપવામાં ક્યાંકને ક્યાંક કોકડું ગુંચવાઈ જતું હોય છે, એમાં પણ ખાસ કરી કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આવતા કર્મચારીઓની સ્થિતી તો ખૂબ જ દયનિય બની છે.
ભરૂચ નગરપાલિકા સહિતના વિભાગમાં કામ કરતા આઉટસોસિંગના કર્મચારીઓની હાલત હાલ દયનિય બની છે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો છેલ્લા બે માસથી આ કર્મચારીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે આજકાલ તલપાપડ બન્યા છે, એક સૌથી વધુ કર્મચારીઓને બે મહિના ઉપરાંતના સમયથી આજદિન સુધી પગાર ન ચુકવવામાં આવતા આખરે તહેવારો ટાળે કર્મચારીઓને જીવન ચલાવવું મુશ્કેલી સમાન બન્યું છે.
મહત્વની બાબત છે કે આખરે આ પ્રકારના કોન્ટ્રાકટરો બે મહિના સુધી કર્મચારીઓને પોતાના હકના પૈસા કેમ આટલા મહિનાઓ સુધી આપતા નથી તે બાબત તપાસનો વિષય બન્યો છે, અહીંયા સવાલ એ થાય કે શું આઉટસોસિંગના કર્મચારીઓ છે એટલા માટે એ કર્મચારીઓને તેઓના દબાણમાં રહીને જ કામ કરવાનું..? કર્મચારીઓ બિચારા પોતાના રોજગાર માટે અવાજ ન ઉઠવતા હોય અથવા અવાજ ઉઠાવે તો પોતે નોકરીમાંથી કાઢી મુકશે તેવા ભયમાં રહી મૂંગા બની પોતાનું કામ કરતા રહે છે, ત્યારે આ પ્રકારે બે મહિનાથી પગારથી વંચિત કર્મચારીઓના હીતમાં આ અહેવાલ રજુ કરી અમે અમારી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે પોતાના આકાઓ સામે સબ સલામત છે અને બધું બરાબર ચાલે છે કહી ઘી કેળા મેળવતા લોકો આ કર્મચારીઓને તહેવાર પહેલા તો પોતાના હકનો હિસ્સો આપી તેઓ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે.
હારુન પટેલ : ભરુચ