વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખાડાઓ ખોદવામાં આવ્યા છે, આ ખાડામાં ગઈકાલે એક નાની બાળકી રમતા રમતા પડી ગઈ હોય તેમ છતાં કામગીરી ન થતાં આખરે આ વિસ્તારના રહેવાસીઓએ વડોદરામાં વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર જાગૃતિ કાકા સહિતના કોર્પોરેટરોને ફરિયાદ કરવામાં આવતાં જાગૃતિ કાકાએ દાદાગીરી કરી આ વિસ્તારના રહેવાસીઓને જણાવ્યું છે કે હવે સોસાયટીના કામકાજ કેવી રીતે થાય છે “તે જોવું છું” આ પ્રકારના શબ્દો ઉચ્ચારતા આ વિસ્તારના રહીશો વિફર્યા હોય અહીંના રહેવાસીઓનો ઉધડો લેતા જાગૃતીબેનનો ઘેરાવો કરી ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર સામે વોર્ડના રહેવાસીઓએ રોષ ઠારવ્યો હતો.
અહીં નોંધનિય છે કે આ વિસ્તારના રહેવાસીઓ જણાવે છે કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં અમો જાગૃતીબેનથી નારાજ હોઈએ આથી કોર્પોરેટર તરીકે અમો તેમને ચૂંટવા રાજી નથી. અમારા વિસ્તારના કોઈપણ કાર્યોમા જાગૃતીબેન ધ્યાન આપતા નથી જેના કારણે અહીં કોર્પોરેશનની કામગીરી ચાલે છે, ખાડાઓ ખોદવામાં આવ્યા છે અવારનવાર લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે આથી અમો અમારી સમસ્યાઓને ન સમજે તેવા કોર્પોરેટરોને ઈચ્છતા નથી.
વડોદરામાં ગાજરાવાડી વિસ્તારના રહીશોએ સોસાયટીની રજૂઆત કરતા કાઉન્સિલરે આપી ધમકી.
Advertisement