ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તથા જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લા તેમજ તાલુકામાં આજે નાલસાના એક્શન પ્લાન મુજબ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્રિલિટિગ્રેશન કોમર્શિયલ ટ્રાન્જેક્શન પ્રોપર્ટી રિલેટેડ કેસીસ મેટ્રો મોનીઅલ કેસીસ, ફેમેલી કેસ જેવા કેસોમાં સુખદ સમાધાન થાય તેવા હેતુસર આજે જામનગરની કોર્ટોમાં તેમજ તાલુકા મથકો ધ્રોલ જોડિયા જામજોધપુર લાલપુર અને ભાણવડ સહિતની કોર્ટોમાં મેગા લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દસ હજારથી વધુ પક્ષકારોએ પોતાના કેસનો સુખદ સમાધાન થાય તેવા હેતુસર સમાધાનને પાત્ર કેસો મુકવામાં આવ્યા હતા.
આ લોક અદાલતની શરૂઆત જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ કે આર રબારીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરાઈ હતી. આ તકે ફેમિલી કોર્ટના અધ્યક્ષ એમ એમ સોની, સેક્રેટરી સૂચક સાહેબ, જામનગર બાર એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપ પ્રમુખ અશોકભાઇ જોશી તેમજ બહોળા પ્રમાણમાં જામનગરના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.