Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ભાલોદ ગામે એક અજાણ્યા વાહનની અડફેટે ૬૫ વર્ષીય વૃધ્ધાનું કરુણ મોત નીપજ્યુ હતું. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. આ વાહન રેતીવાહક ટ્રક હોવાની પુરી સંભાવના જણાય છે. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં રોજ સેંકડો ટ્રકો નર્મદાના વિશાળ પટમાંથી રેતી ભરીને બેફામ દોડતી હોય છે. નિયમોનો ભંગ કરીને દોડતી રેતીની ટ્રકો વિરુધ્ધ તાલુકા જિલ્લાના જવાબદાર અધિકારીઓ કોઇ પગલા લેતા નહિ હોવાની વ્યાપક બુમો લાંબા સમયથી ઉઠવા પામી છે. આ ટ્રક ચાલકો જાણે કોઇનો ડર ના હોય એમ બેફામ રીતે પોતાના વાહનો દોડાવતા નજરે પડે છે. ટ્રકચાલકો બેફામ બન્યા છે. સંબંધિત બધા અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરતા હોવાથી આવા વાહનોને છુટો દોર મળે છે.

વધુમાં મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે થયેલા અકસ્માતમાં મરણ પામનાર આ વૃધ્ધા ચંચળબેન અંબાલાલભાઈ પરમાર મેઇન રોડ નજીક બેન્ક પાસે ઉભેલા હતા તે દરમિયાન બેફામ રીતે દોડી આવેલ આ વાહનચાલકે આ મહિલાને અડફેટમાં લેતા વૃધ્ધાનું મોત થયુ હતું. અકસ્માત સર્જી નાશી છુટેલ આ વાહન ઓવરલોડ રેતી ભરીને જતું હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. અકસ્માત સર્જી આ વાહનચાલક નાશી છુટ્યો હતો. અકસ્માત સર્જનાર આ અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

એકતરફી પ્રેમના પરિણામે નારાયણ નગર ભરૂચ વિસ્તરમાં ભર બપોરે ચપ્પુ ઉછળતા એક છોકરીને થયેલ ઇજા.જાણો કેમ અને ક્યાં ?

ProudOfGujarat

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બપોરનાં સમયે ધરા ધ્રુજી ઉઠી… ભૂકંપનાં આંચકાથી ભય ફેલાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!