વાંકલ ગામ શિક્ષણ ક્ષેત્રે મીની વિદ્યાનગર તરીકે ઓળખ ઉભી થઈ છે. વાંકલ ગામ શિક્ષણના હબ તરીકે પણ ઓળખવામાં આવે છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં એકલવ્ય મોડેલ સ્કુલ લવેટનો શુભારંભ તારીખ ૧૨ મી માર્ચના રોજ સવારે 10:00 કલાકે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની એકલવ્ય મોડેલ સ્કુલ (અંગ્રેજી માધ્યમ) નું લવેટ ખાતે નિર્માણ થનાર છે. હાલના તબક્કે કામચલાઉ ધોરણે એકલવ્ય મોડેલ સ્કુલનો શુભારંભ વાંકલ એનડી દેસાઈ હાઇસ્કૂલની બાજુમાં થયો છે. લવેટ ખાતે એકલવ્ય સ્કૂલ દસ હેક્ટરમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. એકલવ્ય સ્કૂલ પ્રારંભ થવાથી આજુબાજુના વિદ્યાર્થીઓને ભણવા રહેવા જમવાની સગવડ પણ મળી રહશે. આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, દિપક વસાવા, એ.એમ. ભરાડા, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદન ગામીત, અન્ય આગેવાનો હર્ષદભાઈ ચૌધરી, અર્જુનભાઈ ચૌધરી, રીતેશભાઈ વસાવા, દિનેશ સુરતી, અફઝલ પઠાણ, ઇન્ચાર્જ આચાર્ય, અનિતા પટેલ તેમજ માંગરોળ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્મનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ