ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા વસુલાતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે, અને વેરા વસુલાતમાં બાકી પડતા લોકોને સરકારની અમૃત મહોત્સવ ઇસ્કીમનો લાભ લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાય લોકો વેરો ભરવામાં હજુ પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.
ભરૂચ નગરપાલિકાના વેરા વસુલાત વિભાગની ટીમે આખરે વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા લોકો સામે લાલઆંખ કરી છે, તેમજ શહેરમાં બાકી પડતા વેરા વસુલાત માટે કામગીરી હાથધરી છે, જેમાં મકાનો તેમજ દુકાનો ઉપર પહોંચી હવે વેરાની માતબર રકમ જે લોકોની બાકી છે તેઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
ભરૂચના ડ્રિમલેન્ડ પ્લાઝા અને કસક વિસ્તારમાં દુકાનો અને મકાનોના બાકી પડતા વેરાની ભરપાઇ ન કરનાર મકાન માલિકો અને દુકાન સંચાલકો સામે પાલિકાએ લાલ આંખ કરી આજ સવારથી સિલ મારવાની પક્રિયા હાથ ધરવામાં આવતા કરવેરા બાકી રાખતા લોકોમાં ફફડાટ છવાયો હતો.
હારુન પટેલ : ભરુચ