Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : દેવગઢ બારીયાના ભુલર ગામે PESA એક્ટ જોગવાઈ અંતર્ગત તાડપત્રી અને વાંસનું વિતરણ કરાયુ.

Share

દેવગઢ બારીયા તાલુકાના મોજે ભૂલર ગામના સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યોને PESA એક્ટની જોગવાઈ હેઠળ અંદાજિત 7.5 લાખ રૂપિયાના વાંસનું વિતરણ તથા ઉચવાણ ગામના સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યોને અંદાજિત 6 લાખ રૂપિયાના વાંસનું વિતરણ તેમજ JFMC એનહેન્સમેન્ટ એન્ડ ઇનસેન્ટિવ યોજના હેઠળ 170 જેટલા સભ્યોને તાડપત્રીઓ જેની અંદાજિત કિંમત 1.75 લાખ જેટલી છે. આમ કુલ 15.25 લાખના લાભનું વિતરણ આર.એમ.પરમાર સાહેબ નાયબ વન સંરક્ષકના વરદ હસ્તે વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. સહભાગી વન વ્યવસ્થા મંડળી દ્વારા વિનામૂલ્યે વાસ અને તાડપત્રી વિતરણ કરાયું.

નાયબ વન સંરક્ષક આર એમ પરમાર દ્વારા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે ઉનાળાની સિઝનમાં જંગલ વિસ્તારમાં ડવ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. જંગલમાં ડવ ના લાગે અને જંગલ બળીને ખાખ ન થાય અને સારી રીતે જળવાઈ રહે તે માટે લાભાર્થીઓને જંગલ પ્રત્યેની જવાબદારી સમજીને સાચવવા માટે આહ્વાન કર્યું હતું. Pesa એક્ટ જોગવાઈ અંતર્ગત સાડા તેર લાખના વાસનું વિના મૂલ્યે વિતરણ અને તાડપત્રી ૧.૭૫ લાખ જેટલી વિતરણ કરવામાં આવ્યું. આમ કુલ રકમ 15.25 લાખ લાભનો વિતરણ કરવામાં આવ્યું હતું. વનવિભાગના સ્ટાફ તેમજ લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલમાં લગ્નપ્રસંગોમાં ડી.જે-બેન્ડના માહોલ વચ્ચે દેશી ઢોલ શરણાઈનું સંગીત લુપ્ત થવાના આરે !

ProudOfGujarat

વલસાડ શહેરમાં રક્ષાબંધન નિમિત્તે બજારમાં રાખડી ખરીદવા ભીડ જામી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!