વડોદરામાં તાજેતરમાં પાણીપુરી વેચતા યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ બનાવના આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં પાણીપુરીનો વેપાર કરતા કમલેશ રાધેશ્યામ રાજપુત કૃષ્ણનગર સોસાયટી શિવસાગરની સામે જે પરિવારમાં સૌથી નાનો પુત્ર હોય જેને સુધીર ઉર્ફે ટુમટુમની સોમવારે રાત્રિના સમયે હથિયારના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં કમલેશ રાજપૂતના પરિવારને સવારે વુડાની ઓફિસ પાસે સુધીરનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોતા જાણ થઈ કે તેની હત્યા નિપજાવવામાં આવેલ હોય આ કેસમાં પોલીસે રોશન શંકરલાલ લોહાણાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે કોર્ટે મંજૂર કર્યા છે. આજે આ કેસ નું રિકન્ટ્રકશન કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય તેમ પી.આઈ એચ.એમ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે. આ કેસમાં પાણીપુરીના વિક્રેતા સુધીરના મર્ડરની જગ્યા પર જઈ હરણી પોલીસે સમગ્ર બનાવને આરોપીએ કઈ રીતે અંજામ આપ્યો તેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અહીં નોંધનિય છે કે આ બનાવના ગણતરીના કલાકોમાં જ આરોપી રોશન લોહાણાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.