વડોદરામાં માણકી રેસિકમ કોમ્પલેક્ષ કોમર્શિલ બિલ્ડિંગને આજે ફાયર સેફ્ટીના સાધનોમાં એનઓસી રીન્યુ કરાવેલ ના હોય આથી આ કોમ્પલેક્ષને સીલ મારવામાં આવ્યું છે.
બે વર્ષ પહેલાં સુરતમાં ફાયર સેફટીના સાધનોના અભાવે ક્લાસીસમાં આગ લાગવાને કારણે બાળકોના મૃત્યુ થયા હતા જે સંજોગોને અનુલક્ષીને વડોદરા ફાયર વિભાગ સમયાંતરે ફાયર વિભાગ દ્વારા વિવિધ કોમર્શિયલ તેમજ રેસીડન્ટ, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના સાધનો, એનોસી સહિતની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. આજે વડોદરા ફાયર વિભાગ દ્વારા ઉમા ચાર રસ્તા વાઘોડિયા ખાતે માણકી રેસિકમ
કોમ્પલેક્ષ કોમર્શિલ બિલ્ડિંગમાં તપાસ કરતાં આ કોમ્પ્લેક્ષની NOC રીન્યુ કરવામાં આવેલ ના હોય આથી આ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું હતું.
Advertisement