પંજાબમાં આમ આદમી પાર્ટીના ઝાડૂ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે આ સાથે પંજાબમાં આમ પાર્ટી સૌથી મોટી પાર્ટી બની ઉભરી આવી છે. પંજાબમાં મોટા ચહેરાઓને માત આપવા માત આપવામાં આમ આદમીને ભવ્ય સફળતા મળી છે અને કોંગ્રેસના મોટા ચહેરાઓ હારી ચૂક્યા છે.
અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન નીચે આમ આદમી પાર્ટી આરોગ્ય, શિક્ષણ, કૃષિ ક્ષેત્રે ઊંચાઇઓ સર કરી રહી છે ત્યારે તેના પડઘા પંજાબની ચુંટણીમાં પડ્યા હતા અને આપની સરકાર બનાવવાની સુવર્ણ તક પ્રાપ્ત કરી છે. પંજાબમાં લોકોએ આમ આદમી પાર્ટી એમાંય ખાસ કરીને સીએમ ઊમેદવાર ભગવંત માન પર ભરોસો મૂક્યો છે. આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ લીબંડી ગ્રીન ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં કલ્પેશ વાઢેર, ડી યુ પરમાર, પ્રવીણભાઈ પટેલ, ડી ડી ઝાલા તથા મોટી સંખ્યામાં આપના કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર