Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી દ્વારા વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે અભિયાન હાથ ધરાયું.

Share

ભારતીય વાયુસેનાનું ‘ઇન્ડક્શન પબ્લિસિટી પ્રદર્શન વાહન (IPEV)’ તેના વિવિધ પાસાઓ બતાવવા માટે તેમજ સમગ્ર દેશમાં ઉમેદવારો/ મહત્વાકાંક્ષીઓના દ્વાર સુધી IAF ની પહોંચના માધ્યમ તરીકે વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવ્યું છે. IPEV માં કારકિર્દી સંબંધિત માહિતી, જીવન અને તાલીમ, IAF ના વિવિધ પાસાઓનો અનુભવ પૂરો પાડવા માટેના ફ્લાઇંગ સિમ્યુલેટર અને ગ્લાસ્ટ્રોન સહિત તેની અસ્કયામતોનો ઉપયોગ કરવા સંબંધિત માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. આ વાહનની મદદથી IAF દ્વારા અવારનવાર વિશેષ રોડ ડ્રાઇવ (SRD) યોજવામાં આવે છે જેમાં દેશના વિવિધ સ્થળોને આવરી લઇને વિદ્યાર્થીઓ અને મહાત્વાકાંક્ષીઓ સુધી પહોંચવામાં આવે છે. આ સુવિધા યુવાનો સાથે સીધા સંવાદ માટેની તક આપે છે અને ભારતીય વાયુસેનામાં રહેલી કારકિર્દીને લગતી વિવિધ તકો અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે તે મદદરૂપ થાય છે.

તાજેતરમાં શરૂ થયેલા આ ડ્રાઇવના વર્તમાન સંસ્કરણનો આરંભ નવી દિલ્હીથી કરવામાં આવ્યો હતો. 08 માર્ચ 2022 ના રોજ તે વડોદરા એરફોર્સ સ્ટેશને આવ્યું હતું. 09 માર્ચ 2022 ના રોજ પારુલ યુનિવર્સિટી ખાતે પબ્લિસિટી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પ્રેરણાત્મક વક્તવ્ય અને ટૂંકા સંવાદ સહિત વિદ્યાર્થીઓ સાથે વિવિધ સત્રો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ IAF માં રહેલા જીવનની અતરંગ વાતો જાણવા માટે પબ્લિસિટી પ્રદર્શન વાહનની ટૂરનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી.

ProudOfGujarat

ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 19 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 856 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!