Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઈવે સર્કલ પર ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને મુશ્કેલી.

Share

આજે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન હોવાના કારણે લીંબડી હાઇવે સર્કલ પર વહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે દોડી જઇ આ ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

ગઈકાલે ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ ખાતે રોડ-શો તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલન હોય ત્યારે સૌરાષ્ટ્ર તરફથી 200 ઉપરાંત બસો અમદાવાદ તરફ રવાના થવા નિકળેલ હોય ત્યારે લીંબડી હાઇવે સર્કલ પર બની રહેલ બ્રિજનું કામ ગોકળ ગતિએ થવાને કારણે આ સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે લીંબડી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર આવી ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા મહામારીમાં વન્યવિસ્તારનાં લોકોને આર્થિક સહયોગની માંગ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી પોલીસે લુંટનો મોબાઈલ ના મુદ્દામાલ સાથે એક ઈસમની ગોધરા મેડ પાસેથી અટક કરી મોબાઈલ લુટના બે ગુનાહ ડીટેક્ટ કર્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!