ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત દ્વારા ૨૦ વર્ષ ઉપરાંતના સમયથી મંદિર સંકુલની જમીનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરેલ હતું. મંદિર દ્વારા સાથે-સાથે ચંદનના વૃક્ષો પણ વાવેતર કરવામાં આવ્યા હતા. મંગળવારની રાત્રિના રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમો મંદિરની જમીનમાંથી ૨૦ જેટલા પરીપકવ થયેલ ચંદનના વૃક્ષો ઈલેક્ટ્રીક કટર વડે કાપી ગયા હતા. કાપેલા કેટલાંક વૃક્ષના લાકડા ચોર ઈસમો ત્યાં જ છોડી ગયા હતા, બાકીના લાકડાઓની ચોરી કરી ગઈ લઈ ગયા હતા. મંદિરના મહંત મનમોહનદાસને વહેલી સવારે ચંદનના લાકડા કાપી ચોરી કરી ગયા હોવાની જાણ થતાં તેમણે ઝઘડિયા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુમાનદેવ મંદિરની જમીનમાંથી વાવેતર કરેલ ચંદનના વૃક્ષો કાપી તેના લાકડાની બે વખત ચોરી થઇ હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement