ચાર રાજયોમાં કેસરીયો લહેરાતા ખેડા જિલ્લામાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ, પંજાબ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડના વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થયા છે. જેમા પંજાબને બાદ કરતાં બાકીના તમામ 4 રાજ્યમાં ભાજપે ભગવો લહેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસની રાજનીતિને પ્રજાજનોએ ઉમળકાભેર વધાવી લીધી છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ફટાકડા ફોડી એકબીજાને મો મીઠુ કરાવી આ જીતીની ખુશી મનાવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી જાહન્વીબેન વ્યાસ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, વિકાસ શાહ સહીત જિલ્લા-શહેરના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement