પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટીંગ અને જાગૃતિ કેમ્પનું આયોજન શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના ૩૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં કોલેજના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ડોકટરો અને શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ પ્રોફેસર અરુણસિંહ સોલંકી દ્વારા વિધાર્થીઓને થેલેસેમીયા શું છે અને તે કેવી રીતે થાય છે અને થેલેસેમીયાના કેટલા પ્રકાર છે અને આવનારી પેઢીને થેલેસેમિયાથી કેવી રીતે બચાવી શકાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વધુમાં શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષોથી કોલેજમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે તેથી થેલેસેમિયા અંગે વધુમાં વધુ લોકો માહિતગાર થાય. આવનારી પેઢી થેલેસેમિયા મેજર રોગ ના થાય તે માટે જે વિધાર્થીઓના થેલેસેમિયા માંઈનોર પોઝેટીવ આવ્યા હતા તે વિધાર્થીઓ અને તેમના પરીવાર સાથે રેડ ક્રોસના ડોકટરો ધ્વારા કાઉન્સીલીંગ કરી થેલેસીમિયા અંગે વધુ સમજણ અને માહિતી આપવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી