Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : રોટરી ક્લબ દ્વારા શેરા પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ તરીકે પસંદગી કરતા હાંસોટ તાલુકામાં ખુશીનો માહોલ.

Share

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શેરા પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ તરીકે પસંદ કરવામાં આવી છે. અંકલેશ્વરની હાસોટ તાલુકાની આ શાળાને રોટરી ક્લબના સહયોગથી હેપ્પી સ્કૂલ તરીકે પસંદગી કરવામાં આવતા આ શાળાના ઉદ્ઘાટન સમારોહમાં રોટરી ક્લબના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, બુટ-મોજા, રમત-ગમતના સાધનો તેમજ એજ્યુકેશનને લગતી કીટનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન, સુનેત્રા પ્રધાન, પ્રેસિડેન્ટ જીગ્નેશ પટેલ, સેક્રેટરી હેતલ પટેલ, પૂર્વ પ્રમુખ, હેપ્પી સ્કુલના દાતા કે. શ્રીવત્સન, ગીતા શ્રીવત્સન, પબ્લિક ઇમેજ ચેર ગજેન્દ્ર પટેલ, ટ્રેઝરર જયેશ પટેલ, હાંસોટ તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ સહિતના મહાનુભાવો, રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પીરામણ કબ્રસ્તાનની મુલાકાત લીધી.

ProudOfGujarat

નેત્રંગ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બે તાલુકાનો લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

વડોદરાના પાદરામાં અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!