વડોદરામાં છૂપી રીતે અંગ્રેજી દારૂ સપ્લાય કરનાર બિસ્નોઈ ગેંગનું નેટવર્ક શોધી કાઢી બિલ ગામમાં આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શહેર પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા છે.
વડોદરામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે રાજસ્થાનની ગેંગના સભ્યોને ઝડપી પાડવા માટે શહેર પોલીસે કવાયત હાથ ધરી હોય જે દરમિયાન પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલને બાતમી મળેલ કે માંજલપુર વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓ કેનાલ રોડ ઉપર આવેલ પુષ્ટિ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાન નંબર 11 ભાડેથી રાખીને વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ હોય જે બાતમીના આધારે આ જગ્યા ઉપર પીસીબીના અધિકારીઓએ પોલીસ રેડ પાડવામાં આવેલ હોય જે રેડ દરમિયાન ત્યાં બહાર સફેદ કલરની ટાટા ઇન્ટ્રા નંબર GJ 08 AU 3845 તથા ટાટા એસ નંબર GJ O5 BT 9673 ઊભેલી ગાડીઓ હોય જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય થતો હોય આ સ્થળ ઉપર ચાર આરોપીઓ પોલીસ રેડ દરમિયાન (1) ઘેવરચંદ ભગીરથ રામ બિસ્નોઈ, ઉંમર વર્ષ 23 રહે. કરવાડા રાણીવાડા જાલોર રાજસ્થાન (2) નારાયણ ઉર્ફે નરેશ બિસ્નોઈ રહે. કરવાડા રાણીવાડા રાજસ્થાન (3) દિનેશ વાગારામ બિસ્નોઈ ઉંમર વર્ષ 32, રહે.ગામ કરવાડા રાણીવાડ જાલોર રાજસ્થાન તથા (4) દિનેશ જયકિશન બિસ્નોઈ ઉંમર 28 રહે. કોટડા થાણા કરવાડા રાણીવાડ જાલોર રાજસ્થાનને પોલીસે ઝડપી તેઓની પાસેથી 16 લાખની કિંમતના 2772 બોટલ દારૂ તેમજ વાહનો સહિત કુલ 34,80,600/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ પર પ્રોહિબિશન એક્ટની કલમ 81 83 98 (2) તથા ipc કલમ 465 468 120b મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય ચાર ભાગેડુ આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરામાં છૂપી રીતે વિદેશી દારૂ સપ્લાય કરનાર બિસ્નોઈ ગેંગને ઝડપી પાડતી શહેર પોલીસની ટીમ.
Advertisement