માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના સફળ પ્રયત્ન એ પગલે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ₹.૧.૬૦ કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.
માંગ૨ોળ અને ઉમરપાડા તાલુકામાં વિકાસના કામોમાં નસારપુર ભગત ફળીયાથી ઝ૨૫ણ ગામને જોડતા રસ્તાનું કામ રૂા.૬૦ લાખ, ઘાણાવડ ગામે નિશાળ ફળીયાથી કોટવાળીયા ફળીયામાં જતા ડામ૨ ૨સ્તાનું કામ રૂા.૨૦ લાખ, કડવીદાદરા ગામે મુખ્ય રસ્તાથી પ્રાથમિક શાળા તરફ જતા ડામર રસ્તાનું કામ રૂા.૨૦ લાખ તેમજ માંગરોળ તાલુકામાં વિકાસના કામો નાંદોલા ગામે મનસુખભાઈ બાબુભાઈ વસાવાના ઘરેથી નાંદોલા સ્મશાન સુધી સી.સી. રસ્તાનું કામ રૂા.૧૦ લાખ, વાંકલ ગામે નવોદય કોલેજની બાજુમાંથી આદિવાસી સ્મશાન વે૨ાવી ત૨ફ જતા સી.સી. રસ્તાનું કામ રૂા.૧૦ લાખ, આંકડોદ ગામે આદિવાસી ફળીયામાં ૩૫૦ મીટર સી.સી. રસ્તાનું કામ રૂ।.૧૦ લાખ, નંદાવ ગામે રંગીયાભાઈ નટવ૨ભાઈ વસાવાના ઘરથી દિવાળીબેન બાબલાભાઈ વસાવાના ઘરથી જયેશભાઈ છીતુભાઈ વસાવાના ઘરથી મુકેશભાઈ મોતીભાઈના ઘર સુધી પેવર બ્લોકનું કામ, લીંડીયાત ગામે આદિવાસી ફળીયામાં તળાવ ૫૨થી તલાવડી સુધી પાઈપ લાઈનનું કામ રૂા.૧૦ લાખ, લુવારા ગામે નવા૫૨ા આદિવાસી ફળીયામાં ચોમાસામાં પુર આવતા ફળીયા બહાર નીકળવા માટે આયોજન કરી રસ્તાનું કામ રૂ।.૧૦ લાખનું કામ મંજૂર થયું છે.
વિકાસના કામો મંજુર કરાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનો દ્વા૨ા પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને રજુઆત કરવામાં આવી હતી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ આ કામગીરીમાં અંગત રસ દાખવી આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલને રજુઆત ક૨તા તેઓ તરફથી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૯ કામો માટે રૂા.૧.૬૦ કરોડ ના વિકાસના કામો ન્યુ ગુજરાત પેટર્ન યોજનામાં મંજુર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે. આ કામો મંજુ૨ થતા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ આદિજાતિ વિભાગના કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલનો તથા માન. પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ