સામાન્ય રીતે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ માંગો તેટલો પીરસનારા બેઠાં હોય તેવી ઘટનાઓ ખુદ પોલીસ પકડમાં આવતા ઈસમો ઉપરથી કહી શકાય તેમ છે, ભરૂચ જનરલ હોસ્પિટલમાં મંગળવારે રાત્રે બનેલ એક ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા, જ્યાં બિન્દાસ અને બેખોફ રીતે હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ પાસે બેગ લઈ પહોચેલ ઇસમની સિક્યુરિટીના જવાનોએ તલાશી લેતા તેની બેગમાંથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્ય ગેટ પર સિક્યુરિટીના જવાનો ચેકીંગમાં હતા દરમિયાન હોસ્પિટલની અંદર ૨૫ થી વધુ દેશી દારૂની પોટલીઓ લઈ ઘુસેલા શખ્સની તલાશી લેતા તેની બેગમાંથી દેશી દારૂનો જથ્થો નીકળી આવતા ઉપસ્થિત સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા.
પોતાના સ્વજન દાખલ હોય અને પોતે બેગમાં પોટલીઓ ભરીને લાવ્યો હોય આખરે સિક્યુરિટીના જવાનોએ આ ઇસમને ઝડપી પાડી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ