Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના વિવિધ ગામોમાં વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

Share

ઉમરપાડા તાલુકાના મોટી દેવરુપણ, જોડવણ, હરીપુરા, ઉમરદા સહિતના ગામોમાં સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા અને આગેવાનો દ્વારા ૧૮ લાખના વિકાસ કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.

મોટી દેવરૂપણ તાલુકા પંચાયત બેઠકમાં આવતા ગામો, ઉમરદા, હરિપુરા, જોડવાણ, મોટી દેવરૂપણ ખાતે વિકાસના કામો જેવા કે ગટર લાઈન, પેવર બ્લક, બોર /મોટર જેવા કામો રૂપિયા 1824000/- ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી ઉપરોક્ત કામોના ખાતમુહર્ત /લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા કારોબારી અધ્યક્ષ, રાજુભાઈ વસાવા, ભાજપા મહામંત્રી અર્જુનભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મોહનભાઇ વસાવા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગંભીરભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય ઇન્દુબેન વસાવા, માજી મહામંત્રી બાબુભાઇ ચૌધરી આગેવાનો કાંતિભાઈ, વસંતભાઈ સરપંચ જીતુભાઇ,શંકરભાઇ તેમજ ડે. સરપંચો અને મોટી સંખ્યા માં કાર્યકરો હાજર રહ્યા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શહેરા : નાંદરવા હાઇસ્કુલના આચાર્ય પી.ડી.સોલંકીનો વયનિવૃત સભારંભ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં બીઆરટીએસ બસસ્ટેશનનો સ્લેબ તૂટ્યો :અઢી વર્ષની બાળકીનું મોત

ProudOfGujarat

નર્મદા LCB પોલીસે રાજપીપળામાં મોટરસાઇકલ પર સપ્લાય કરતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!