તા. 7 માર્ચનાં રોજ કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ સરકારી વિનયન કોલેજ દેડીયાપાડા ખાતે જીવંત પ્રસારણ કોલેજના વિદ્યાર્થીઓ અને એન. એસ એસ નાં કાર્યકર્તાને બતાવવામાં આવ્યું, જેમાં આદિવાસી વિકાસ ટ્રસ્ટ તથા કોલેજના આચાર્યના સહયોગથી તમામ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં અલગ અલગ ઉદ્દેશોનું માર્ગદર્શન અપાયું, જેમાં કિશોર સશક્તિકરણ, બાળ અધિકારો અને બાળ લગ્ન વિશે એકંદરે જ્ઞાન અને સમજણમાં સુધારો, હકારાત્ક વાલીપણા અને તાલીમકારોને તારણ્ય મોડ્યુલ અંગેનો તાલીમ કાર્યક્રમ વર્કશોપનો ઉદ્દેશ્ય, સકારાત્મક વાલીપણા વિશે સમજ, તરુણ્ય પેકેજ વિશે સમજણ અને વિવિધ તાલીમ અને પ્રોગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવી, કિશોર-કિશોરીઓને લગતી યોજનાઓ અંગેનું જ્ઞાન મેળવી તાલીમકાર તરીકે જવાબદારી અંગેનું માર્ગ-દર્શન. આ વર્ષ માટે આવશ્યક મેપ પ્લાનિંગ આ દરેક બાબતોની તાલીમ આપવામાં આવી હતી.
તાહિર મેમણ