બાળ કલ્યાણ સમિતિ દ્વારા અને જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી આયોજીત વિશ્વ મહિલા દિન સરદાર પટેલ ભવન, નડિયાદ, જિ.ખેડા ખાતે ઉજવણી કરવામાં આવેલ. જેમાં અધ્યક્ષસ્થાને નયનાબેન પટેલ, પ્રમુખ ખેડા જિલ્લા પંચાયત તથા પ્રમુખ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ તથા વિશેષ ઉપસ્થિતિમાં રાકેશ રાવ સાહેબ, ડેપ્યુટી ડાયરેકટર, પ્રોસીકયુટર્સ ઓફ ગુજરાત આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં હિન્દુ અનાથ આશ્રમ, નડિયાદની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવેલ હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવનોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ નયનાબેન પટેલ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓના સશકિતકરણ વિશે ઉદાહરણ આપી પ્રસંગોપાત વકતવ્ય આપેલ હતુ. રાકેશ રાવ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પ્રસંગોપાત ઉદાહરણ આપી તેમનું વકતવ્ય આપવામાં આવેલ હતુ. ત્યારબાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ, સભ્ય પિનલબેન પટેલ, રાજેન્દ્રકુમાર શર્મા, બિન્તાબેન દેસાઇ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત કયારથી થઇ, મહિલાઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ મેળવેલ સિધ્ધિઓના ઉદાહરણ આપી વકતવ્ય આપવામાં આવેલ હતા.
બાળ કલ્યાણ સમિતિ, નડિયાદ, જિ.ખેડા દ્વારા તમામ વિભાગની પઘારેલ મહિલાઓને પુષ્પગુચ્છ તથા પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે તેમનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો તરફથી પઘારેલ મહિલાઓ દ્વારા પોતાના અનુભવો, મહિલા સશકિતકરણ વિશે વકતવ્યો આપવામાં આવેલ હતા. જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના અધિકારીશ્રી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદનો સ્ટાફ, ચાઇલ્ડ લાઇન કપડવંજ તથા નડિયાદનો મહિલા સ્ટાફ, નારી અદાલતના તાલુકાનો સ્ટાફ, ખેડા જિલ્લાના પોલીસ સ્ટાફ, માતૃછાયા અનાથ આશ્રમ તથા હિન્દુ અનાથ આશ્રમનો સ્ટાફ મળી ૬૦-પાર્ટીસીપેટસ આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોએ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવમાં આવેલ હતી.
નરેશ ગનવાણી : નડિયાદ