નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમમાંથી ટોકરી નદી પસાર થાય છે. જેમાં હાથાકુંડી, પુંજપુંજીયા અને મૌઝા ગામમાં વસવાટ કરતાં રહીશો આસાની અવર-જવર કરી શકે તે માટે માગૅ-મકાન વિભાગે પુલનું નિમૉણ કર્યું હતુ જેમાં આજથી લગભગ ૧૨ વર્ષ પહેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ટોકરી નદીમાં ઘોડાપુર આવતા પુલના પિલ્લરો પ્રથમ વરસાદના પાણીમાં જ ધરાશાયી થઇ જવાથી પુલના નિમૉણ કાયૅમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઇ રહી હતી અને પુલનું ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર ઠપ્પ પડી જવા પામ્યો હતો.
હાથાકુંડી ટોકરી નદી ઉપરના પુલનું ધોવાણ થતાં તેની વિપરીત અસર ૮૦૦ થી સ્થાનિક રહીશોને પડી રહી છે. જેમાં વૃધ્ધ મહિલા કે પુરૂષોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા, દવાખાને જવા, ખેડૂતોને પશુઓ માટે ઘાસચારો અને ખેતીકામ કરવા સહિત ઘંટીએ અનાજ દળવા આ નદી પાર થઈને જવું પડે છે ત્યારે કોઈ સાથ નહીં દેતા મુશ્કેલીઓનો કોઇ પાર રહેતો નથી. નાના બાળકોને પણ શાળામાં અભ્યાસ અર્થે જીવના-જોખમે તુટી ગયેલા પુલ ઉપરથી પસાર થવું પડે છે. નહીંતર હાથાકુંડીથી કોયલી માંડવી થઇ મૌઝા ગામ સુધીનો ૮ કિ.મી ચકરાવો લાગતા રહીશોની હાલત દયનીય બની જવા પામી હતી. ટોકરી નદી ઉપર પુલના નિમૉણની માંગ ગ્રામજનોએ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા કરતાં રૂ.૮૦ લાખના ખર્ચ હાથાકુંડી અને રૂ.૧૧ લાખના પુંજપુંજીયા ગામે નાળાના નવીનીકરણ કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.