આર્ચરી એસોશિયેશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ ગોધરા ખાતે આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઓપન વિભાગ આર્ચરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગુજરાતના વિવિધ જીલ્લામાંથી આર્ચરી ખેલાડીઓ હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં પ્રથમવાર આર્ચરી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું. ગોધરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ સ્પર્ધામા
જેમાં ગુજરાતના વિવિધ 19 જિલ્લામાં અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, રાજપીપળા (નર્મદા) પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, સહિત 265 જેટલા ખેલાડીઓએ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઓપન વિભાગ આર્ચરી સ્પર્ધામાં 265 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની કલા કરતૂતઓ બતાવી હતી આમાંથી વિજેતા બનેલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જમ્મુ કાશ્મીર ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે અને ગુજરાત નું નામ રોશન કરે તે માટે સિનિયર કોચ પ્રતાપસિંહ પસાયા એ શુભેચ્છા પાઠવી હતી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓની અંદર આવેલ સ્કૂલ અને એકેડમી દ્વારા અહીં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા અત્યાધુનિક સાધનો પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામની યુવા તીરંદાજ પ્રેમીલા બારીયા એ શાનદાર પ્રદર્શન દાખવી ગોધરા ખાતે સૌ પ્રથમ વખત યોજાયેલા ઓપન વિભાગ આર્ચરી સ્પર્ધામાં સિનીયર ટ્રાયલમાં ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોર ગામની યુવા તીરંદાજ પ્રેમીલા બારીયા આવનાર સમયમાં એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે હરિયાણા ખાતે એશિયન ગેમ્સની ટ્રાયલ આપવા માટે જઈ રહી છે. પ્રેમીલાબેન બારીયાએ નાનીવયે તિરંદાજીના ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે.ગોધરા રમતગમત વિભાગ પાસેથીપણ સારી એવી મદદથી તેઓ સારી પ્રગતિ કરી શકશે તેવું તેમને જણાવ્યુ હતું.
પંચમહાલ રાજુ સોલંકી