વડોદરાના ગોદડીયા વાસ અને રબારી વાસમાં ઘણા લાંબા સમયથી પીવાનું પાણી ગંદુ આવતું હોય તેવી ફરિયાદો આ વિસ્તારના રહેવાસીઓએ સત્તાધીશો સમક્ષ કરી હોય જેના ભાગરૂપે આજે વરસાદી પાણીનો નિકાલ અને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવતા સીટી ની વચ્ચે આવેલા વોર્ડ નંબર 13 માંથી ડ્રેનેજ લાઇનની ખોદકામની કામગીરી દરમિયાન આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી હતી.
આ વિસ્તારના રહેવાસીઓની માંગણી છે કે અહીં અવારનવાર કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળા રંગનું અનેક ગંદી વાસવાળું આવે છે. આજે સત્તાધીશોની હાજરીમાં લાઇનનું ખોદકામ કરવામાં આવતા સંખ્યાબંધ દેશી દારૂની થેલીઓ નીકળી છે. નવાપુરા વિસ્તારમાં આ પ્રકારના દેશી દારૂના હાટડા ચલાવનાર સામે આ બનાવ બાદ તંત્રએ લાલ આંખ કરી છે અને જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં શાંતિનો ભંગ થાય છે તો બીજી તરફ અહીંના રહેવાસીઓની સ્વાસ્થ્ય પણ સારા નથી રહેતા આજે ડ્રેનેજ લાઇનના ચેકિંગ કરાવતા અસંખ્ય દેશી દારૂની પોટલીઓ મળી આવતા સત્તાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આગામી સમયમાં પોલીસને સાથે રાખીને આ વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરવામાં આવશે. આ તકે ડ્રેનેજ કંટ્રોલ ઓફિસરોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે આ વિસ્તારના રહેવાસીઓ મહિલાઓ પુરુષો જણાવે છે કે ઘણા લાંબા સમયથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાને કારણે પરિવારજનો પારાવાર માંદગીમાં સબડતા હોય છે આ વિસ્તારમાંથી ગંદા પાણીની ફરિયાદો દૂર થાય તેવી અહીંના મહિલાઓએ માંગ કરી છે.