Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

Share

સાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપૂરાના ૮ વર્ષના મહંમદ હસાનને વારંવાર લકવાનો હુમલો થતો. બંનેના પરિવારો આ બાળકોને લઈ વિવિધ જગ્યાઓના ખાનગી દવાખાનાઓમાં ગયા. પૈસા ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ. આખરે સરકારી સયાજી હોસ્પિટલનો સહારો મળ્યો. અહીં ન્યુરો સર્જરી વિભાગના વડા ડો.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડો. પાર્થ મોદી અને ડો.યક્ષ સોમપુરા તથા તબીબોએ આ બાળકો જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચનના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી પીડિત હોવાનું સચોટ નિદાન કર્યું. લગભગ ૫ કલાકથી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને ઉપરોક્ત રોગ સામે રાહત અપાવી.

મહંમદ અરફાનના કાકા અઝહર શેખે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી. આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો. આખરે સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી. ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે થઈ.ખાનગી દવાખાનાઓ કરતાં અમને ઘણું સારું પરિણામ મળ્યું છે.

Advertisement

આ બંને પરિવારો સરકારી આરોગ્ય સેવાઓ અને સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી અને એનેસ્થેસિયા, બાળ રોગ સહિતના વિવિધ વિભાગોના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માને છે.


Share

Related posts

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

વિરમગામ તાલુકામાં પોલીયો અભિયાનના પ્રથમ દિવસે ૨૯ હજારથી વધુ બાળકોને પોલીયોથી રક્ષીત કરાયા…

ProudOfGujarat

સુરતનાં કતારગામમાં જવેલર્સમાં લૂંટનાં ઇરાદે આવેલા આરોપીઓને પકડી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!