વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક કાર્યો હાથ ધરવામાં આવે છે પરંતુ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે વડોદરામાં ટ્રાફિકના સિગ્નલ તેમજ સીસીટીવી કેમેરા માટેની સામગ્રી હાલના સંજોગોમાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળેલ છે. પ્રજાના પૈસાની લાખોના ખર્ચે નવી સામગ્રી વડોદરા શહેરમાં મેળવવામાં આવેલ છે તેમ છતાં આ સામગ્રીને આજદિન સુધી શહેરના માર્ગો પર લગાડવામાં કેમ આવેલ નથી તેવા અનેક સવાલો સામાજિક કાર્યકરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ એક આવેદનમાં કર્યા છે.
વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક કાર્યો કરવામાં આવે છે પરંતુ હાલના સંજોગોમાં એરપોર્ટ ચાર રસ્તા વુડા ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાઓ પર ટ્રાફિકના સિગ્નલ નથી તો ઝીબ્રા ક્રોસીંગ પટ્ટા પણ નથી જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે. વારંવાર આ બાબતે સામાજિક કાર્યકરો દ્વારા લેખિત તથા મૌખિક આવેદન સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનર ચેરમેન તથા મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં નાગરિકોની સુવિધા માટે હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી બીજી તરફ વડોદરા સીટીમાં ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ પાસેથી અનેક પ્રકારના દંડની વસૂલાત કરવામાં આવે છે સામાજિક કાર્યકરની એવી માંગણી છે કે જવાબદાર વ્યક્તિઓ પાસેથી આશા છે કે રાહદારીઓ પાસેથી જેમ દંડના રૂપિયા વસુલ કરવામાં આવે છે તે જ રીતે વડોદરાના રહેવાસીઓને સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે તેવી માંગ છે.
વડોદરાના સત્તાધીશો દંડના રૂપિયા વસૂલ કરે છે તેમ સુવિધા પણ પૂરી પાડે : સામાજિક કાર્યકર કમલેશ પરમાર.
Advertisement