નડિયાદમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરનાર આરોપીને અદાલતે ૧૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યો. નડિયાદમાં રહેતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ રાજુભાઈ ગોવિંદભાઈ હરીજન(સોલંકી), રહે. હરીજનવાસ, અંતીસર, ઠાકોરવાસ, કસબાસામે, અંતીસર, તા.કપડવંજ, જી.ખેડા આજથી બે વર્ષ પહેલા રાત્રે 10 વાગ્યાના સુમારે તોરણા ગામેથી આરોપીએ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી પોતાની બાઈક પર બેસાડી ભગાડી જઇ અવારનવાર તેણીની સંમતિ વિના શારીરિક સંભોગ કરેલ આ કેસમાં આરોપી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવેલ હોય જેમાં સરકારી વકીલ ધવલ બારોટ 23 દસ્તાવેજી પુરાવાઓ 16 સાક્ષીઓ તપાસ્યા ફરિયાદી તથા ભોગ બનનારને પ્રોસીક્યુશનના સમર્થનમાં રજુ કરેલ જે દલીલોને નડિયાદની અદાલતે ગ્રાહ્ય રાખીને જજ ડી આર ભટ્ટ દ્વારા આઇપીસી કલમ 363 ના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ તેમજ આઇપીસી કલમ 366 ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ તેમજ આઇપીસી
કલમ 376(1)) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ તેમજ ભોગ બનનારને આરોપી દ્વારા રૂપિયા એક લાખનું વળતર ચુકવવાનો તેમજ ગુજરાત સરકાર દ્વારા રૂપિયા એક લાખનું વળતર ચુકવવાનો અદાલતે હુકમ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ