Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના માલોદ ગામે અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારની ઝઘડીયા ભાજપા અગ્રણીઓએ લીધી મુલાકાત.

Share

કરજણ તાલુકાના માલોદ ગામે તાજેતરમાં બનેલ અકસ્માતની દુઃખદ ઘટનાને લઇને સમગ્ર રાજ્યની જનતામાં દુખની લાગણી જોવા મળી રહી છે. આ અકસ્માતમાં દંપતિ અને બાળક સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. દરમિયાન આજરોજ ઝઘડિયા તાલુકા નાના વાસણા ગામે ભાજપા અગ્રણીઓએ મૃતક પરિવારના સદસ્યોની મુલાકાત લઇને એમને સાંત્વના આપી હતી. આ અગ્રણીઓમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, યુવા કાર્યકર હિરલભાઈ પટેલ, અજીતભાઈ તેમજ ભાજપા અગ્રણી દિનેશ વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે રેતીના ડમ્પરે સર્જેલા આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોત થયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત : માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાન કરાઈ

ProudOfGujarat

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ઝડપાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!